ફીઝાબહેન: અબોલ જીવોના હમદર્દ |
નામ શું પાડવું ?
માણસો બાળકનાં નામ અગાઉથી જ ધારી રાખતા હોય છે. કારણ કે એનું આગમન નક્કી હોય છે.પણ અત્યારે જેનું નામ પાડવાનું છે તેનું આગમન અણધાર્યું છે. એનું આવવાનું માની કૂખમાંથી નહિ, મોતની ગૂહામાંથી છે. વળી એ નામવિહોણી છે. કારણકે એ માણસનું જણ્યું નથી. એ ઉંટડી છે અને એને છેક ડોંગરીથી બકરી ઇદની કતલગાહ ઉપરથી ઉગારીને અહીં લઇ આવવામાં આવી છે. એ બેજીવસોતી છે. થરથરતી ઉભી છે .એના પેટની અંદરનો વણજન્મ્યો જીવ પણ બેશક એ કંપારી અનુભવતો જ હશે. લાવનારા એની અબોલ અને ભીની ચળકતી આંખોમાં હજુય ભયનો ઓથાર જુએ છે.કાતિલનો છૂરો એની ગરદન પર પડે એ પહેલાં કોઇ જાણભેદુ જીવદયાપ્રેમીએ ઇન ડિફેન્સ ઓફ એનીમલ્સના પ્રમુખ ફીઝાબહેન શાહને એની જાણ કરી દીધી હતી. એમણે તરત સંપર્ક સાધ્યો હતો ક્રૂરતાનો ભોગ બનતા પ્રાણીઓની વહારે ધાતી સંસ્થા ધી સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ઓન એનીમલ્સ જે SPCAના ટૂંકા નામે ઓળખાય છે તેનો. અને હવે ?
શિવો અને કાવેરી: પાછળ ઉભેલાં- ફિઝાબહેન અને કર્નલ ખન્ના |
અને હવે SPCAમાં સાચવવા માટે એને એક ઓળખ આપવી જરૂરી હતી.ઓળખ એટલે કોઇ કેદીની જેમ નબર નહીં, પણ માણસસમોવડું એક ચોક્કસ નામ. જે નામથી એની એક પીછાણ ઉભી થાય. એથી નામ આપવામાં આવ્યું કાવેરી. કાવેરી એક એવી નદી છે જેના બહુ જલ્દી બે ફાંટા પડે છે, જેમ આ જીવમાંથી પણ બે ફાંટા પડવાના હતા. આ સંસ્થામાં એને સારવાર અને સંભાળ આપવામાં આવી.
ત્યાં મહાશિવરાત્રીને દિવસે એણે એક નર બચ્ચાને જન્મ આપ્યો. એટલે એ બચ્ચાનું નામ પાડવામાં આવ્યું શિવો. પણ શિવો આઠ દિવસમાં જ માંદો પડ્યો અને અનેક સારવાર છતાં મરણને શરણ થયો. કાવેરી સતત દસ દિવસ સુધી બાંબરડા નાખતી રહી અને પછી સૂનમૂન થઇ ગઇ. તારણ એ આવ્યું કે મુંબઈની ભેજવાળી હવા એને લાગી ગઇ હતી. રણની સુક્કી ગરમ હવાના જીવ એવી કાવેરીને માટે પણ એ ઘાતક સાબીત થાય. મુંબઇ ઉચ્ચ ન્યાયાલયનો આદેશ પણ એને સુક્કી અબોહવામાં ફેરવવાનું ફરમાવતો હતો. એટલે હવે કાવેરીને ક્યાં મૂકવી એ સમસ્યા આવી પડી. ફીઝાબહેનને એની સાથે અજબ માયા બંધાઇ ગઇ હતી.નજરથી અળગી કરવા દિલ ચાહતું નહોતું. પણ કાવેરીને જીવતી રાખવાને વાસ્તે એ જરૂરી હતું એટલે હતું જ.
જીસકા કોઈ નહી ઉસકા... |
અને ફરી કુદરતે કુદરતનું કામ કર્યું, તંદુરસ્ત કાવેરી ફરી ભારેપગી થઇ. એની ભારે સરસ સુશ્રુષા થઇ. પૂરા દિવસે એણે એક માદા બચ્ચાને જન્મ આપ્યો. બહુ વહાલકુડું એ બચ્ચું. એથી નામ પાડ્યું પ્યારી.
ફરી બે વરસ વીતી ગયા. કતલખાનું તો દૂરના ભૂતકાળની વાત બનીને રહી ગયું. હવે તો મહોરવાના દિવસો આવ્યા. એક વાર ફરીથી કાવેરીએ ગર્ભધારણ કર્યો. આ વેળા નર બચ્ચું! ગટ્કુડા જેવું ગોળમટોળ હતું એથી નામ પાડ્યું ભોલા.
પૂરી ડિફેન્સ ઓફ એનિમલ સોસાયટીને ફીઝાબહેને એ દિવસે મોં મીઠું કરાવ્યું.
**** **** ****
પણ કાળ કાવેરી નદીનેય છોડતો નથી તો કાવેરી નામધારી આ પ્રાણીને તો કેમ છોડે?
ત્રણ ત્રણ સુવાવડો વેઠેલી કાવેરી પોતાની જાતના પ્રાણીની આયુષ્યમર્યાદા પ્રમાણે હવે તો વૃધ્ધા થવા આવી. દિવસે દિવસે અશક્તિ વધતી ચાલી. એક આંખના તો દીવા પણ હોલવાયા.
તો આ તરફ જીવાકાકા પણ અવસ્થાના માર્યા ખળભળી ગયા. એમણે બિચારાએ ઘણું રોડવી દીધું. પણ હવે હામ જવાબ દઇ ગઈ હતી. એમણે મુંબઇ કહેણ મોકલ્યું. હવે મારાથી આ કાવેરીમૈયા અને એના વસ્તારની આવળગોવળ થાય એમ નથી બાપલા, કાંઇક બીજી ગોઠવણ કરો તો સારું.
પણ કોઇ દૂઝાણું હોય તો સૌ ઝટ તૈયાર થાય. પણ કોઇ કામની નહિં એવી ઉંટડીને અને એના બે બચ્ચાંને કોણ જોગવે? કોઇ ધીંગા રબારી કુટુંબ કે જેની ગમાણમાં મોટા મોટા ખાંડા પણ નભ્યે જતાં હોય એવાઓ પણ હરેરી ગયા, હાથ જોડ્યા.
છેવટે ફીઝાબહેનનું જ ભૂજ નજીકના સડોતા ગામે આવેલું ફાર્મ હાઉસ નજરમાં આવ્યું. કાવેરીના કબિલાને ત્યાં દોરી જવામાં આવ્યો. ભારોભાર અશકતિ, એક આંખનો સદંતર અંધાપો અને ધ્રૂજતા ચારે ટાંટીયાની હાલતમાં કાવેરી ઘણા દિવસ ખુશ રહી. પણ અનેક સારવાર છતાં અંતે એક દિવસ મોતનું તેડું આવી જ ગયું. બે બચ્ચાંને વલવલતાં છોડીને મારવાડ ભણી મોં કરીને એણે છેલ્લા શ્વાસ લીધા.
કાવેરીને અલવિદા |
એની રોજિંદા ચાકરી કરનારા એવા ગુલાબસિંહ બાપુ અને જીતુભાઇએ મુંબઇ સમાચાર આપ્યા. એમને કહેવામાં આવ્યું કે એનો કોઇ અંતરીયાળ વનવગડામાં નહિં, આપણા ફાર્મહાઉસમાં જ દફનવિધી કરો. એણે કતલખાનાથી લીલાકુંજાર ફાર્મહાઉસ સુધીની ભરીપૂરી સફર તય કરી છે અને પૃથ્વીને બે જીવ ભેટ આપીને પછી વિદાય લીધી છે.
21મી ઓગષ્ટ, 2010 ના દિવસે પૂરા સન્માન અને હારતોરા સાથેમ ધૂપદીપ સાથે એના માપનો ખાડો તૈયાર કરીને એને ફાર્મ હાઉસમાં જ દફનાવવામાં આવી.
આ આખી કરૂણ અને કરૂણાકથા જાણનારાઓએ એના ખરખરાના કોણ જાણે કેટલાય ઈ-મેલ ફીઝાબહેનને fizzah@ashapura.com પર મોકલ્યા હશે.
અગત્યના સરનામાં:
1.ધ સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ઓન એનીમલ્સ(Society for Prevention
of Cruelty on Animals- SCPA)
કર્નલ જે સી ખન્ના,
Bombay S P C A,
ડૉ. એસ. એસ. રોડ.
પરેલ, મુંબઇ-400 012
ફોન-022-24131007-24137518
2.ઇન ડીફેન્સ ઓફ એનીમલ્સ (In defense of animals)
શ્રીમતી ફીઝાબહેન શાહ,પ્રેસિડેન્ટ.
2જો માળ, લૉરેન્સ એન્ડ મેયો હાઉસ,
286, ડી એન રોડ,ફોર્ટ,મુંબઇ-400 001
ફોન: 022-6622 1852/ સેલ નંબર: +91 98210-36075
Rajnibhai,
ReplyDeleteGood Work. Keep it up.
Navanitlal R. Shah
Dear Rajnibhai,
ReplyDeleteYou normally enter the remote corner of human mind, passes through his / her thought process and write the same as an observer !!
I read through and subscribed the feed.
Tamari shailee magnetic chhe.
[1] 'Meghdoot'[2] 'Lohi' Ane [3] 'Thali Thali Vato' ....I liked all the three which I read today.
Nagad - Nirakar no prayog - Tamara Baa nu postcard ane photo - Hargovinddas e tamara ' Mahadev Desai' - Juna telegram ni aaj sudhi sachavni - Adhura Gnan thee Agnan no mukablo - Tamaro bachpan no photo - Bhalai no attack, Keshav ni pachhali zindgi ane krupashankar nu 'Khamir' , pager thi mobile sudhi ni zadap ni vato ...........alabhya thai gayela photographs ane mann na rangmanch upar ramati leela ni sakshi-bhav thi udbhavti shabd-rachna tamare haath vagi ---ke pachhi.., Terva vagi !! chhe.
Vicharo na photographs leta tamne aavde chhe !!
Tamaro parichay mare mate garv ni vaat chhe.
Best Regards.
What a touching, real life story! Having lived in Kutch - even in the salt flats of the Rann, I know how hardworking camels are. People hardly know what what we in the Border Security Force did for our camels. We had funds to get special shoes for the camels we used in patrolling, especially when they had to move across salt-flats.
ReplyDeleteThe work of Fizabahen and Navnitbhai goes miles beyond what we did, and I salute them for their selfless love for Kaveri and her offsprings.